વડોદરા: પેપર ખરાબ જતા M.Sc.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

વડોદરા: પેપર ખરાબ જતા M.Sc.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં એમએસસીના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી યુવતીએ પરીક્ષામાં પેપર સારા નહી જતાં
ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવતી વાઘોડિયા રોડ પર આવેલા વ્રજ બંગલોમાં માતા પિતા અને બે
મોટી બહેનો સાથે રહેતી હતી. રવિવારે મોડી રાતે પોતાના રૂમમાં જઇને ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે તપાસ
કરી રહેલ પાણીગેટ પોલીસે જણાવ્યું હતુ કે ભગીરથ પાર્ટી પ્લોટ સામે આવેલા વ્રજ બંગલોમાં રહેતી સ્તુતિ વલ્લભભાઇ
રોહિત (ઉ.૨૩) એમએસયુમાં એમએસસીના બીજા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી અને તા.૨૮ ઓગષ્ટ થી
તેની પરીક્ષા શરૂ થઇ હતી જે આજે સોમવારે પૂરી થવાની હતી. પરંતુ ૧ ઓગષ્ટ શુક્રવારે પરીક્ષામાં બે પેપર લેવાયા હતા
જે બન્ને પેપર ખરાબ જતાં તેને લાગી આવ્યુ હતુ અને નિરાશ રહેતી હતી. દરમિયાન રવિવારે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં
તે ઉપરના રૂમમાં ગઇ હતી અને રૂમમાં પંખાના હુક પર ઓઢણીથી ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો.