MP: ભાજપે 177 ઉમેદવારની યાદી જાહેર કરી, 3 મંત્રી સહિત 36 MLAનું પત્તું કપાયુ

MP: ભાજપે 177 ઉમેદવારની યાદી જાહેર કરી, 3 મંત્રી સહિત 36 MLAનું પત્તું કપાયુ

ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી શુક્રવારે જાહેર કરી છે. જેમાં 177 ઉમેદવારોના નામ છે. ત્રણ મંત્રીઓ સહિત 36 ધારાસભ્યોની ટિકિટ આપવામાં આવી નથી, ઉપરાંત 2013ની ચૂંટણીમાં હારેલાં કેટલાંક નેતાઓને પણ તક આપવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુધની સીટથી જ ચૂંટણી લડશે. પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌરની ગોવિંદપુરા સીટ અને પૂર્વ મંત્રી કૈલાશ વિજ્યવર્ગીયની સીટ મહૂનો આ સૂચીમાં ઉલ્લેખ નથી. માયા સિંહની ગ્વાલિયર પૂર્વથી ટિકિટ કાપવામાં આવી છે. તેઓ શિવરાજ સરકારમાં નગર પ્રશાસન મંત્રી છે. તેમની જગ્યાએ સતીશ સિકરવારને ટિકિટ આપવામાં આવી છે. સતીશ સુમાવલી સીટથી હાલના ધારાસભ્ય સત્યપાલ સિંહ સકરવારના ભાઈ છે.