રાજકોટ: ખેતલાઆપા ટી સ્ટોલ સહિત 10 પાણી ચોરી કરતા પકડાયા

રાજકોટ: ખેતલાઆપા ટી સ્ટોલ સહિત 10 પાણી ચોરી કરતા પકડાયા

રાજકોટ: પાણી ચોરી અટકાવવા માટે મહાનગરપાલિકાએ ટી.પી., ડ્રેનેજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, વોર્ડ ઓફિસરો સહિતના 125 અધિકારીઓની વોર્ડ વાઇઝ ટીમ બનાવી છે. શહેરમાં થતી ઠેર-ઠેર પાણીની ચોરી અટકાવવા માટે વોર્ડ નં.10માં આવેલા વિસ્તારમાં ચેકિંગ કરતા ખેતલા આપા ટી સ્ટોલ સહિતના 10 સ્થળે પાણી ચોરી પકડાઇ હતી. ખેતલાઆપા ટી સ્ટોલમાં બે સ્થળોએ એક ઇંચના અને બે સ્થળે અડધા ઇંચના ગેરકાયદેસર કનેક્શન મળી આવતા કાપી નાખવામાં આવ્યા છે. કમિશનરે પાણી ચોરી કરતા શખ્સો પાસેથી આકરો દંડ વસુલ કરવા અને બીજી વખત પાણી ચોરી કરતા પકડાય તો પોલીસ ફરિયાદ કરવા આદેશ કર્યો છે. જેના પગલે વોર્ડ નં.10માં ચેકિંગ દરમિયાન તોરલ પાર્ક મેઇન રોડ બાબુ સોની ટ્યુશન કલાસીસ, કલ્પેશ કાલરીયા મોટર ગેરેજ, સમન્વય સુલભ એપાર્ટમેન્ટ પાસે અડધા અડધા ઇંચના કનેક્શન અને પરીશાલા ધી સ્કુલ ઓફ એંજલ, રઘુ જોગરાણા યુનિ. રોડ ખેતલા આપા ટી સ્ટોલમાંથી એક એક ઇંચનુ કનેક્શન કાપવામાં આવ્યું હતું.