કેન્‍યના પ્રમુખ, પોર્ટુગલના વડાપ્રધાન સાથે

કેન્‍યના પ્રમુખ, પોર્ટુગલના વડાપ્રધાન સાથે

સમિટ-૨૦૧૭માં સહભાગી બનેલા કેન્‍યાના રાષ્‍ટ્રપ્રમુખ યુહુર મ્‍યુગાઈ કેન્‍યાટ્ટા તથા પોર્ટુગલના વડાપ્રધાન એન્‍ટોનિયો લુઈઝ સાન્‍તોસદા કોસ્‍ટા સાથે ઉષ્‍માપૂર્ણ માહોલમાં વ્‍યક્‍તિગત મુલાકાત કરી હતી. ગુજરાતના ઉભરતા ઔદ્યોગિક ક્ષેત્રોમાં, શિક્ષણ, આરોગ્‍ય સેવા અને સાંસ્‍કળતિક આદાન પ્રદાન અંગેની બાબતો પરત્‍વે આ બેઠકમાં મહત્‍વપૂર્ણ ચર્ચા થઈ હતી. મહાત્‍મા મંદિર ખાતે પોર્ટુગલ કન્‍ટ્રી લોન્‍ઝ ખાતે જઈ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન કોષ્ટા સાથે મુલાકાત કરી હતી. ૮૦ હજાર ગુજરાતીઓની વસતિ ધરાવતાં રાષ્‍ટ્ર કેન્‍યા સાથે સાંસ્‍કળતિક આદાન પ્રદાન, રિન્‍યુએબલ એનર્જી, પોર્ટ ઈન્‍ફાસ્‍ટ્રક્‍ચર, વેસ્‍ટ વોટર મેનેજમેન્‍ટ, વેસ્‍ટ મેનેજમેન્‍ટ ટુરિઝમ, એજ્‍યુકેશનની બાબતમાં રોકાણ અંગે મહત્‍વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કન્‍ટ્રી લોંઝમાં કેન્‍યાના રાષ્‍ટ્રપ્રમુખ યુહુર કેન્‍યાટ્ટા સાથે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ બેઠક યોજી ગુજરાતમાં રોકાણ માટે તમામ ક્ષેત્રોની માહિતી આપી હતી. 

Source:અકિલા ન્યૂઝ