વડોદરા: ઓઝ ગામે બસ પલટી જતાં 20 યાત્રાળુઓને ઈજા

વડોદરા: ઓઝ ગામે બસ પલટી જતાં 20 યાત્રાળુઓને ઈજા

કરજણ તાલુકાના ઓઝ ગામે અધિક માસમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતાં. રવિવારે વડોદરા ગોત્રીથી યાત્રાળુઓ લઈને લક્ઝરી બસ આવ્યા હતાં. જે સાંજના સમયે નદીએથી પરત માર્કંડેશ્વર મહાદેવ મંદિરે જતી વખતે રસ્તામાં પલટી ખાતાં બસમાં સવાર યાત્રાળુઓમાંથી 20 જેટલા યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. રવિવાર હોવાથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. જેમાં વડોદરા ગોત્રીથી પણ યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસ આવી હતી. જે નર્મદા નદીએથી પરત માર્કંડેશ્વર મહાદેવ મંદિરે જતી વખતે રસ્તામાં બસ પલટી ખાતાં બસમાં સવાર યાત્રાળુઓને ઓઝ ગામના રહીશોએ બસમાંથી બહાર કાઢેલ અને કરજણ અને પાલેજ 108 દ્વારા 20 ઘાયલ યાત્રીઓને સારવાર માટે ખસેડવામાં આવેલ હતાં. યાત્રાળુઓને નાનીમોટી ઈજાઓ થઇ હતી. સદ્નશીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.