શિનોરથી માલસર તરફ જવાના રોડ પર ગેરકાયદે વૃક્ષોનું કપાઇ છેે, મામલતદાર,પોલીસ અને વન ખાતું ચૂપ

શિનોરથી માલસર તરફ જવાના રોડ પર ગેરકાયદે વૃક્ષોનું કપાઇ છેે, મામલતદાર,પોલીસ અને વન ખાતું ચૂપ

સાધલી: શિનોર તાલુકામાં ગેરકાયદેસર લીલાવૃક્ષો કાપીને લાકડાં વેચવાનો વેપલો ખુલ્લેઆમ સરકારની આંખ હેઠળ ચાલી રહ્યો છે. છતાં પણ મામલતદાર,પોલીસ,વનખાતું કોઇ સખ્ત પગલા લેતું નથી. શિનોરથી માલસર તરફ જવાના મેઇન રસ્તાની બંને બાજુ કેટલાક લોકો વગર પરવાનગીથી આમલી જેવા ફળાઉ વૃક્ષો સહિત ગાંડા બાવળની ઓથ ડાહ્યા બાવળો કાપી, ધોળા દિવસે લઇ જાય છે. છતાં પણ તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરી, પોલીસ કચેરી અને વનખાતાની કચેરીના અધિકારીઓ કોઇ કાર્યવાહી કરતા નથી. આજે તા.05-05-18 સવારના 10.00 વાગ્યાથી વૃક્ષકટીંગ મજુરો કરી રહ્યા હતા. એક મજુરને પુંછતા તે ઉતાવળમાં શિનોરના વેપારી દ્વારા કપાતા હોવાનું જણાવ્યું પણ અન્ય મજુરે ઇસારો કરતા નામ આપતા અચકાયા હતા. આમલીનું વિશાળ વૃક્ષ જે ફળાઉ ગણાય છે, તે આખુ કટીંગ કરેલ અ્ને બાજુમાં જ ગાંડા બાવળના નામ ઓથે ડાહ્યા બા‌વળોના વૃક્ષો કાપી, લાકડા વહન કરાય છે. આ મેઇન રસ્તો છે. માલસર હોલીડે કેમ્પ કે દર્શન કરવા જતા અધિકારીઓ પસાર થાય છે.