પગાર નહિ વધે તો બેંક કર્મીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી

પગાર નહિ વધે તો બેંક કર્મીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી

વડોદરા: મુંબઈમાં 5 મેના રોજ ઓલ ઇન્ડિયા બેંક એસોસિયેશન અને યુનાઇટેડ ફોરમ વચ્ચે બેંક કર્મચારીઓના પગાર વધારા મુદ્દે મળેલી બેઠકમાં ઓલ ઇન્ડિયા બેંક એસોસિયેશન દ્વારા 2 ટકા વધારાની ફોર્મ્યુલા મૂકતાં નારાજ થઈ ગયેલા યુનાઇટેડ ફોરમના મેમ્બરો મીટિંગ છોડી ચાલ્યા ગયા હતા. જ્યારે યુનાઇટેડ ફોરમના દરેક મેમ્બરે જો બેંક કર્મચારીઓના પગારમાં યોગ્ય વધારો નહીં કરવામાં આવે તો હડતાલ કરવાની ચીમકી આપી હતી. 1 નવેમ્બર 2017 થી બેંકના કર્મચારીઓના પગાર વધારાના કરારની મેટર ડ્યૂ છે. જે અંગે નેશનલ બેંકના એસોસિયેશન ઓલ ઇન્ડિયા બેંક એસોસિયેશનના મેમ્બરો સાથે, બેંક કર્મચારીઓ વતી બેંક ઇન્ડસ્ટ્રીઝના સમૂહના 9 યુનિયનના મેમ્બરોનું બનાવેલું યુનાઇટેડ ફોરમ વાટાઘાટો કરી રહ્યું છે.ઓલ ઇન્ડિયા બેંક એસોસિયેશન અને યુનાઇટેડ ફોરમના મેમ્બરો વચ્ચે મુંબઈ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે યુનાઇટેડ ફોરમના મેમ્બરોએ વિરોધ કરી જો બેંક કર્મચારીઓનો પગારમાં વધારો નહીં કરાય તો મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી દેશની તમામ નેશનલાઇઝ બેંકના કર્મીઓ હડતાલ પર જશે તેવી ચીમકી આપી છે