ગુજરાતીઓ બનારસ છોડે, નહીં તો પરિણામ ભોગવેઃ યુપી-બિહારમાં પોસ્ટર લાગ્યા

ગુજરાતીઓ બનારસ છોડે, નહીં તો પરિણામ ભોગવેઃ યુપી-બિહારમાં પોસ્ટર લાગ્યા

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર વધી રહેલા હુમલા બાદ દેશના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ઉત્તરપ્રદેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને અહીંના લોકોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. વારાણસીમાં પોસ્ટર લગાવાયાં છે, જેમાં 'ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડે' લખવામાં આવ્યું છે. આ પોસ્ટર યુપી-બિહાર એકતા મંચ દ્વારા લગાવાયાં છે. 
વારાણસીમાં લગાવાયેલાં પોસ્ટર ચેતવણી તરીકે લગાવાયાં છે. આ પોસ્ટરોમાં ગુજરાત, મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલી હિંસા વિરુદ્ધ ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. યુપી-બિહાર એકતા મંચ દ્વારા લગાવાયેલાં પોસ્ટરોમાં ચેતવણી આપવામાં આવી છે. 'બનારસમાં રહેતા બધા જ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રના લોકોને અપીલ છે કે એક સપ્તાહમાં બનારસ છોડી જતા રહો, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો.'