દેવભૂમિ દ્વારકા જિલ્લાની 32 ગ્રામપંચાયત સમરસ જાહેર ,27મીએ ચૂંટણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 32 ગ્રામપંચાયત સમરસ જાહેર ,27મીએ ચૂંટણી

ખંભાળિયાઃદેવભૂમી દ્વારકામા 157 ગ્રામપંચાયતોમાંથી 32 ગ્રામપંચાયત સમરસ થવા પામી છે. ફોર્મ પરત ખેંચ્યા બાદ આખરી ઓપ અપાયો હતો. હવે 27 ડિસેમ્બરે 125 ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 27ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનારી છે. દ્વારકા જિલ્લામાં આવેલી કુલ 167 ગ્રામપંચાયતો આવેલી છે. જે પૈકી 157 ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણી બુધવારે ફોર્મ પરત ખેચવાના દિવસે દ્વારકા જિલ્લાની કુલ 32 ગ્રામપંચાયતોને સમરસ જાહેર કરવામાં આવી હતી.


ગઈકાલે ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ પહેલા ગ્રામપંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં કુલ 15 જેટલી ગ્રામપંચાયતોમાં માત્ર એક જ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ગઈકાલે દ્વારકા જિલ્લાની કુલ 32 જેટલી ગ્રામપંચાયતો સમરસ થઈ હોવાની માહિતી ગુજરાત ચૂંટણી આયોગના અધિકારી અને દ્વારકા જિલ્લાના નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા તથા ચૂંટણી શાખાના નાયબ મામલતદાર રાકેશ પાડલિયાએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં 11, ભાણવડ તાલુકામાં 6, દ્વારકા તાલુકામાં 9 અને કલ્યાણપુર તાલુકામાં 6 ગ્રામપંચાયતો સમરસ થઈ હોવાની માહિતી આપી હતી.

 

આગામી 27 તારીખના રોજ તમામ ગ્રામપંચાયતોમાં પેટા અને સામાન્ય ચૂંટણી યોજાશે. આ માટે પોલિંગ સ્ટાફ અને આર.ઓ. તથા એ.આર.ઓ.ને આદેશો આપી દેવામાં આવ્યાં છે.

 

ભાણવડમાં 24 ગ્રામપંચાયતો માટે 69 સરપંચો મેદાનમાં


ભાણવડ તાલુકાની ૩૦, ગ્રામ પંચાયતો પૈકી ૬, ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા ૨૪ ગ્રામ પંચાયત માટે ૬૯ સરપંચના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે અને જ્યારે સભ્યના ૪૮૯ ઉમેદવારો ગ્રામ પંચાયતના સભ્ય માટે ચૂંટણીમાં ઝંપલાવેલ છે. ૩૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું તા.05 ડિસેમ્બર 2016ના પ્રસિધ્ધ થયેલ ત્યારથી 10 ડિસેમ્બર 2016 સુધીમાં સરપંચો માટે ૧૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ હતી.


Loading...