મતદાન જાગૃતિ માટે 500 વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળ ની રચના કરી

મતદાન જાગૃતિ માટે 500 વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળ ની રચના કરી

વડોદરા: વિધાનસભાની ચૂંટણીમાં શહેરીજનોઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિની ઝુંબેશ હાથ ધરાઇ છે. ગોત્રીની ગાયત્રી વિદ્યાલયની 20 વિદ્યાર્થિનીઓ અને ચિત્ર શિક્ષક દ્વારા 52 બાય 87 ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં મત આપવાનું યાદ રાખજો, વોટ વડોદરા, તા.14 ડિસેમ્બર, સમય-સવારે 8 થી 5, જેમ ખાવાનું ભૂલતા નથી તેમ વોટ આપવાનું ભૂલતા નહીં, જેવા વાક્યોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. શાળાના 500 વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચીને ‘વોટ’ શબ્દની રચના કરવામાં આવી હતી.