શિવકૃપા સોસાયટીમાં ખુલ્લા ખાળકુવાથી મોટો અકસ્માત સર્જાવાનો ભય 

શિવકૃપા સોસાયટીમાં ખુલ્લા ખાળકુવાથી મોટો અકસ્માત સર્જાવાનો ભય 

ભરૂચ: શહેરની મામલતદાર કચેરી સામે આવેલી શિવકૃપા સોસાયટીમાં શનિવારે સવારે રેતી ભરેલી ટ્રક ખાળકુવામાં ખાબકી હતી. થોડા સમયબાદ ટ્રકને બહાર કાઢી લેવામાં આવી છે. હવે ખાળકુવાની ફરતે સલામતીના પગલાં નહિ ભરાતા કોઇ પણ કુવામાં પડી જાય તેવી સંભાવના વધી છે. સોસાયટીના કોમન ખાળકુવા પરથી પસાર થતી વેળા ટ્રક અચાનક તેમાં ફસાઇ ગઇ હતી. બનાવને પગલે આસપાસના રહીશો એકત્ર થઇ ગયાં હતાં. ટ્રકના ડ્રાયવર-કલીનર નીચે ઉતરી જતાં જાનહાનિ થતાં અટકી હતી. ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ટ્રકના ડ્રાયવરને જાણ કરવામાં આવી હતી કે ત્યાં ખાળકુવો છે પણ તે ત્યાં ટ્રક લઇ ગયો હતો. ટ્રક નીકળી ગયાં બાદ ટ્રાન્સપોર્ટર ખાળકુવાને ખુલ્લો મુકીને ચાલ્યો ગયો છે. કોઇ મોટી હોનારત થશે તો તેની જવાબદારી ટ્રકમાલિકની રહેશે.