વડોદરાઃ મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે ક્રિકેટ ચાહકોના ફેવરિટ પોલોગ્રાઉન્ડની દુર્દશા

વડોદરાઃ મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે ક્રિકેટ ચાહકોના ફેવરિટ પોલોગ્રાઉન્ડની દુર્દશા

૧૪ ઓગષ્ટે પોલોગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા ટેબલેટ વિતરણના કાર્યક્રમ બાદ પોલોગ્રાઉન્ડ પગ મુકવા લાયક રહ્યુ નથી. કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા ટેન્ટ માટે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા.ઉપરાંત વરસાદના કારણે કાદવ કિચડ ના થાય તે માટે ઝીણી કપચીની ઢગલાબંધ ટ્રકો ઠાલવવામાં આવી હતી. મુખ્યમંત્રીનો કાર્યક્રમ  તો પુરો થઈ ગયો છે પણ પોલોગ્રાઉન્ડની તેના કારણે દુર્દશા થઈ ગઈ છે.વડોદરાની મધ્યમાં આવેલુ આ સૌથી મોટુ ગ્રાઉન્ડ છે અને રોજ સેંકડો ક્રિકેટ ચાહકો સવાર સાંજ આ મેદાન પર ક્રિકેટ રમતા હોય છે. આસપાસમાં રહેનારા ક્રિકેટ ચાહકોનુ કહેવુ છે કે કાર્યક્રમ પત્યા બાદ ખાડા પુરાય તે જોવાની પણ તંત્રે તસદી લીધી નથી.હજારો ખીલીઓ મેદાનમાં વેરાયેલી પડી છે.