વડોદરાઃ ડૉ. જીગીશા શેઠ નવા મેયર બન્યા, ડે. મેયર ડૉ. જીવરાજ ચૌહાણ

વડોદરાઃ ડૉ. જીગીશા શેઠ નવા મેયર બન્યા, ડે. મેયર ડૉ. જીવરાજ ચૌહાણ

વડોદરા: વડોદરા મહાનગર સેવા સદનના મેયર પદે ડો. જીગીશાબહેન શેઠ, ડેપ્યુટી મેયર પદે ડો. જીવરાજ ચૌહાણ અને સ્થાયી સમિતીના અધ્યક્ષ પદે સતીષ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. સાંજે 5 કલાકે કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. અઢી વર્ષ સ્થાયી સમિતીના ચેરમેન તરીકે સફળ કામગીરી કરનાર ડો. જીગીશાબહેન શેઠની ભાજપા દ્વારા પસંદગી ઉતારવામાં આવી હતી. ડો. જીગીશાબહેન શેઠની મેયર તરીકે અને ડેપ્યુટી મેયર પદે ડો. જીવરાજ ચૌહાણની પસંદગી થતાં, વર્તમાન મેયર ભરત ડાંગર અને ડે. મેયર યોગેશ પટેલ (મુક્તિ) તેઓને વિધીવત ચાર્જ સોપ્યો હતો. નવ નિયુક્ત મેયર ડો. જીગીશાબહેન શેઠે પત્રકારોને જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર તેમજ અધિકારીઓ દ્વારા વડોદરાના વિકાસની જે કૂચ ચાલુ રાખી છે. તે ચાલુજ રહેશે. વડોદરાના લોકોને પ્રાથમિક તમામ સુવિધાઓ જે રીતે મળી રહે છે. તે સુવિધાઓ વધુ ઝડપથી મળી રહે તેવા મારા પ્રયત્નો રહેશે.