2 કલાક લાશ રઝળાવી હવે 3 દિવસથી ડેથ સર્ટિ આપતા નથી 

2 કલાક લાશ રઝળાવી હવે 3 દિવસથી ડેથ સર્ટિ આપતા નથી 

વડોદરા: ગોત્રી હોસ્પિટલમાં શનિવારે રાત્રે રિક્ષાચાલકનું સ્વાઇન ફ્લૂ થયું હોવાનું કહી મૃત જાહેર કરાયો હતો, ત્યાર બાદ મૃતદેહને કમ્પાઉન્ડમાં રઝળતો મૂકતા વિવાદ થયો હતો.જેના 3 દિવસ બાદ હજી ડેથ સર્ટિફિકેટ હોસ્પિટલ તરફથી અપાયું નથી. 
શનિવારે ગોત્રી હોસ્પિટલમાં અલ્પેશ ચૌહાણનું મોત થયું હતું, પરિવારજનોને પૂછ્યા વિના મૃતકની લાશ 2 કલાક સુધી કમ્પાઉન્ડમાં મૂકી રાખતા હોસ્પિટલમાં ઝકમક ઝરી હતી. અલ્પેશના ભાઇ જયરાજ ચૌહાણે હોસ્પિટલમાં તે રાત્રે હાજર નર્સોના ગેરવર્તાવ બદ્દલ તેમને સસ્પેન્ડ કરવા માગ કરી હતી.જો કે હજી તેનું ડેથ સર્ટી અપાયું નથી. હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક સોલંકીએ જણાવ્યું હતું કે, અલ્પેશનું ન્યૂમોનિયાના કારણે મોત થયું હતું. તેનું ડેથ સર્ટિફિકેટ આપી દીધું છે કે નહી તે મને નથી ખબર. જયરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ વાળા સ્ટેટમેન્ટ પાછુ લેવા બોલાવે છે પણ મૃત્યુનું પ્રમાણ પત્ર આપ્યું નથી.