ધ્રાંગધ્રામાં યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ, દલિતોએ કર્યો ચક્કાજામ

 ધ્રાંગધ્રામાં યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ, દલિતોએ કર્યો ચક્કાજામ

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં નગરપાલિકા ચોક પાસે શીશુકુંજ શાળામાં સેવાસેતુનો કાર્યકમ યોજાવમાં આવ્યો હતો. જો કે, આ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરીના કારણે તેનો ફિયાસ્કો  થયો હતો. જ્યારે દલિતો દ્વારા વિવિધ માંગણીને ચાલતા આંદોલનને લઈ દલિત સમાજના યુવાનો અને મહીલાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે પહોચી ગયા હતા. ત્યારબાદ વિવિધ માંગણીઓ ને લઈ નગરપાલીકા ચોકમાં ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન એક દલિત યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા દોડ ધામ મચી ગઈ હતી.


ધ્રાંગધ્રા સેવા સેતુમાં દલિતોનો હોબાળો


ધ્રાંગધ્રામા મોટા ઉપાડે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલીકા પાસે આવેલ સેવા સેતુના કાર્યક્રમની કોઈને જાણ પણ ન કરતા કાર્યક્રમમાં પાંખી હાજરી જણાઇ હતી. જેમાં પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડીયા ખુદ હાજર ન રહેતા ચકચાર ફેલાઇ હતી. ડેપ્યુટી કલેક્ટર અને મામલદારની ઊપસ્થીતીમા આ કાર્યક્રમ ઝડપથી  પૂર્ણ કરવામા આવેલ હતો. આ કાર્યક્રમની બહાર નગરપાલીકા ચોકમાં વિવિધ માંગણીઓને લઈ સફાઈ કામદારો, મોટી સંખ્યા દલિત યુવાનો પહોંચી ગયા હતા. અને બાદમા ભારે સૂત્રોચ્ચાર સાથે નગરપાલીકા ચોકમાં ધરણાપર બેસી ગયા હતાં.