વડોદરા: CMના 3 ગણેશ મંડળોના મુલાકાતનો કાર્યક્રમ રદ, આયોજકો નિરાશ

વડોદરા: CMના 3 ગણેશ મંડળોના મુલાકાતનો કાર્યક્રમ રદ, આયોજકો નિરાશ

વડોદરા: ભાજપના કેટલાક કોર્પોરેટરોએ વિરોધ કરતાં મુખ્યમંત્રીના 3 સ્થળોના કાર્યક્રમ શુક્રવારે સવારે 11 વાગ્યા બાદ
રદ કરાયા હતા. અચાનક રદ કરાયેલા કાર્યક્રમોથી 3 ગણેશ મંડળોના આયોજકો નિરાશ થયા હતા. મુખ્યમંત્રીના
કાર્યક્રમમાં થયેલા ફેરફારમાં યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, જનકપુરી આયોજિત માંજલપુર કા રાજા ગણેશજી અને
મનમોહન યુવક મંડળ-મનમોહન સોસાયટી, માંજલપુર ઉપરાંત વાડી ટાવર રામચોક યુવક મંડળ-વાડી ખાતેની મુલાકાત
અચાનક રદ કરાઇ હતી. માંજલપુર કા રાજા ગણેશ મંડળના આયોજક પાર્થ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અમારી ત્યાં
આવવાના હતા પરંતુ કોઇ કોર્પોરેટરોએ દરેક વખતે મુખ્યમંત્રીને સ્થળે લઇ જાવ છો તેવી રજૂઆત કરતાં અમારા મંડળની
મુલાકાત રદ કરાઇ હતી. જ્યારે મનમોહન યુવક મંડળના આયોજક નૈનેષ બ્રહ્મભટ્ટ અને વાડી ટાવર રામચોક યુવક
મંડળના આયોજક હિરેન પટેલે જણાવ્યું હતું કે, સમયનો અભાવ હોવાનું કારણ અમને જણાવાયું હતું. 
ગણેશોત્સવ દરમિયાન શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 27 ગાડીઓના કાફલા સાથે 10 સ્થળોએ શ્રીજીના દર્શન
કર્યા હતા. જેના પગલે ઠેરઠેર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો પરેશાન થયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગણેશજી સમક્ષ વડોદરાની જાહોજલાલીમાં વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરી છે.