બિન અનામત વર્ગો માટે મોટી જાહેરાત, 58 જાતિઓને થઇ શકે છે ફાયદો

બિન અનામત વર્ગો માટે મોટી જાહેરાત, 58 જાતિઓને થઇ શકે છે ફાયદો

બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે આજે નવી જાહેરાત કરવા જઇ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને એક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એક કોન્ફરન્સ કરીને પત્રકારોને સંબોધ્યા હતા. જો કે નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરતા જણાવાયું કે અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. સંપુર્ણ અભ્યાસ કર્યા અને મંથન બાદ આ યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે દોઢ કરોડ લોકોને અનામત નથી મળી રહી. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો સરકારનો પ્રયાસ છે. નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે.