ભરૂચઃઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી આપવા રજૂઆત

ભરૂચઃઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી આપવા રજૂઆત

ભરૂચ જિલ્લાના ઝગડિયાના રાજપારડી ખાતે બી.ટી.એસ તથા બી.ટી.પીના કાર્યાલયનું ઉદઘાટન કાર્યમાં પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને ડેડિયાપાડાના ઘારાસભ્ય મહેશ વસાવાએ હાજર લોકોને સંબોધ્યા હતા. આગામી દિવસોમાં સ્થાનીક ઔદ્યોગીક એકમોમાં સ્થાનિક બેરોજગારોને રોજગારી અપાવવા અને 80:20 નો રેશિયો જાળવવા ઉચ્ચસ્તરે રજુઆતો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકાભરમાંથી આદિવાસી સમાજના લોકો, પાર્ટીના કાર્યકરો,સરપંચો આગેવાનો ઉપસ્થીત રહયા હતાં. આ પ્રસંગે રાષ્ટ્રીય અઘ્યક્ષે બીટીએસના ઉદેશો તથા આવનારા દિવસો માટે કામગીરીનો એજન્ડાની જાહેરાત કરી હતી. પેસા એક્ટનો અમલ કરવા ગ્રામસભાઓ કરી ઠરાવો કરી રાજયપાલને મોકલવા આપવા વિસ્તારમાં આપણું રાજ વિચારઘારા સાથે સંગઠનને પ્રમાણિક રહી કામ કરવું. આદિવાસી વિસ્તારોમાં જુગાર,દારૂ જેવા ઘંઘા બંઘ કરાવવા આદિવાસી વિસ્તારોમાં સારૂ શિક્ષણ અને આરોગ્ય મળે તે માટે પ્રશાસન સામે રજુઆત કરી માંગણીઓ સંતોષાય તે દિશામાં કાર્યવાહી કરવી, આદિવાસી વિસ્તારો માં ચાલતી કવોરીલીઝ ખાણો પાસે ગ્રીન ટ્રીલ્યુંનલ મંજુરી તપાસથી અને તેમ ન હોય તો તેને રદ કરવાની કાર્ગવાહી કરવી, તે સહીત ના મુદૃાઓ પર કામ કરવાની તૈયારી દર્શાવી તે મુજબ કાર્યકરવા ઉપસ્થીત કાર્યકરોને સંબોધન કર્યું હતુ.