અમરેલીઃ ભાજપને મદદ કરતા હોવાનો અમરેલી કોંગી નેતાનો આક્ષેપ

અમરેલીઃ ભાજપને મદદ કરતા હોવાનો અમરેલી કોંગી નેતાનો આક્ષેપ

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લા કોંગ્રેસમાં બળવો થયો છે. સાવરકુંડલાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દિપક માલાણી સહિતના કોંગ્રેસી કાર્યકરોએ આજે પાલડી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કર્યા હતા. કોંગી કાર્યકરોએ અમરેલી જિલ્લા કોંગ્રેસની કાર્યપદ્ધતિ સામે રોષે ભરાયેલા કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસનો જ વિરોધ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, દિપક માલાણીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સાથે સેટીંગ કરી મારા સ્થાને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને લાવવા માટે નેતા વિપક્ષ(પરેશ ધાનાણી), સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે ખૂબ મહેનત કરી હોવાનો આરોપ મુક્યો છે.