દેશમાં સૌથી  વ્યસ્ત એરપોર્ટ રહ્યું અમદાવાદ

દેશમાં સૌથી  વ્યસ્ત એરપોર્ટ રહ્યું અમદાવાદ

ભારતના ટોચના ઉદ્યોગપતિઓ તેમના પ્રાઇવેટ એરક્રાફ્ટમાં આવ્યા હતા. તો બીજી તરફ ફોરેન ડેલિગેશન અને વિદેશથી આવેલા પ્રધાનો પણ તેમના ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવી પહોચતા વહેલી સવારથી મોડી રાત્રી એરપોર્ટ બીઝી રહ્યુ હતુ. ૪૮ કલાક સુધી અમદાવાદ એરપોર્ટ વીવીઆઇપી મુવમેન્ટના કારણે રાઉન્ડ ધ ક્લોક પોલીસનુ પેટ્રોલીંગ જોવા મળ્યુ હતુ.

દેશના ટોચના ઉદ્યોગપતિઓ અનિલ અંબાણી,મુકેશ અંબાણી,રતન તાતા,અદિ ગોદરેજ તેમના પ્રાઇવેટ જેટમાં આવ્યા હતા.આ મહેમાનો માટે એરપોર્ટ પર એરક્રાફ્ટ લેન્ડીગ થયા પછી સીઆઇએસએફની સુરક્ષા આપવામા આવી હતી. વીવીઆઇપી ગેટથી તમામ મહાનુભાવોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાંધીનગર ખાતે લઇ જવામા આવ્યા હતા. આ ઉપરાંત પોર્ટુગલના ચાર પ્રધાનો,કેનેડા,ઓસ્ટ્રેલીયા, સિંગાપુર, જાપાન, કેન્યા, યુએઇ, સ્વીડન, પોલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા. કેટલાક મહાનુભાવો સવારે શિડયુલ ફ્લાઇટોમાં મુબઇ અને દિલ્હીથી આવ્યા હતા. 

સોંર્સ:સંદેશ