૭૨ એડહોક જ્જોને હાઇકોર્ટ દ્વારા પ્રમોશન

૭૨ એડહોક જ્જોને હાઇકોર્ટ દ્વારા પ્રમોશન

એડહોક ધોરણે સિવિલ જ્જ (જુ.ડી.)ની રાજયભરમાં નિમણુંકો કરવામાં આવી હતી. જેમાં ૭ર એડહોક જ્જને રેગ્યુલર જ્જ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.

   ગુજરાત હાઇકોર્ટના આ હુકમમાં રાજકોટ શહેરના શ્રી પી.કે.પંડયા તેમજ ધોરાજીના ગૌરવ શર્મા અને ઉપલેટાના એચ.એ.માકાને રેગ્યુલર જ્જ તરીકે પ્રશાસન અપાયાનો સમાવેશ થાય છે.

   એડહોક ધોરણે સિવિલ જ્જોની રાજયભરમાં નિમણુંકો કરવામાં આવી હતી. જેઓની કામગીરી નિહાળીને હાઇકોર્ટ દ્વારા કુલ ૭ર એડહોક સિવિલ જ્જોને તેઓ જયાં ફરજ બજાવે છે તે સ્થળે જ રેગ્યુલર સિવિલ જ્જ બનાવી દેવામાં આવ્યા છે.

   ગુજરાત હાઇકોર્ટના આ હુકમથી હવે ન્યાયતંત્રની કામગીરીમાં ગતી આવશે અને ઝડપી કેસોનો નિકાલ થશે.સોર્સ;અકિલા