જામનગરમાં લીફટમાં ફસાઈ જતા 6 વર્ષની બાળકીનું મોત

જામનગરમાં લીફટમાં ફસાઈ જતા 6 વર્ષની બાળકીનું મોત

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક માસુ બાળકીનું લીફટ અને દિવાલની વચ્ચે ફસાઈ જતા તેણીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયું હતું. રમતા રમતા માસુમ બાળકી ફસાઈ ગઈ હતી અને માથાના ભાગે ઈજા થતા તેમજ ગુંગળાઈ જવાના કારણે તેણીનું મૃત્યુ નિપજયું હતું. ૧૦૮ની ટીમ તેમજ ફાયરની ટીમે તેણીને રેસ્કયુ કરી બહાર કાઢી હતી આ સમયે ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.