નર્મદા ડેમની જળસપાટી 115,02 મીટરે પહોંચી : ફતેહગઢ,ડેમી-3,ખોળાપીપર ધોળીધજા જળાશય હાઇએલર્ટ

નર્મદા ડેમની જળસપાટી 115,02 મીટરે પહોંચી : ફતેહગઢ,ડેમી-3,ખોળાપીપર ધોળીધજા જળાશય હાઇએલર્ટ

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. જયારે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ-૦૪ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

      આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છ-ર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.