રોનાલ્ડોએ કર્યો ૭૮મો ગોલ, પેલેને પાછળ છોડ્યો

રોનાલ્ડોએ કર્યો ૭૮મો ગોલ, પેલેને પાછળ છોડ્યો

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની ગોલ હેટ્રિકને સહારે પોર્ટુગલે ૫-૧થી ફારોહ આઇસલેન્ડને હરાવીને  ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપ
ક્વોલિફાઈંગમાં ટોચનો ક્રમ ધરાવતા સ્વિત્ઝર્લેન્ડની નજીકનું સ્થાન ટકાવી રાખ્યું હતુ. રોનાલ્ડોએ આ સાથે આંતરરાષ્ટ્રીય
ફૂટબોલમાં ૭૮ ગોલ પુરા કર્યા હતા અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારવામા બ્રાઝિલના લેજન્ડરી સુપરસ્ટાર પેલેને
પાછળ રાખી દીધા હતા. પેલેએ ૯૧ મેચમાં ૭૭ ગોલ ફટકાર્યા હતા. જ્યારે રોનાલ્ડોના ૧૪૪ મેચમાં ૭૮ ગોલ થઈ ગયા છે.
સૌથી વધુ ૧૦૯ ગોલ ફટકારવાનો રેકોર્ડ ઈરાનના અલી ડાઈના નામે છે, જેણે ૧૪૯ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
રોનાલ્ડોને પાંચમા ક્રમે ઈરાનના હુસૈન સઈદની સાથે સંયુક્તપણે સ્થાન મળ્યું છે. સ્વિત્ઝર્લેન્ડે ૩-૦થી એન્ડોરાને હરાવ્યું
હતુ. સેંટ ગાલેનમાં રમાયેલી મેચ ભારે વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતા નિર્ધારિત સમય પહેલા જ પુરી કરવામાં આવી
હતી. 

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી

દેશ

ખેલાડી

મેચ

ગોલ

ઈરાન

અલી ડાઈ

149

109

હંગેરી

પુસ્કેસ

89

84

જાપાન

કામામોટો

84

80

ઝામ્બિયા

ચિટાલુ

108

79

ઇરાક

સઈદ

137

78

પોર્ટુગલ

રોનાલ્ડો

144

78

બ્રાઝિલ

પેલે

91

77