ચાસણીમાં તરતા હતાં જીવતા મકોડા

ચાસણીમાં તરતા હતાં જીવતા મકોડા

આરોગ્ય વિભાગ દ્વારા જ્યુ0 પાર્લર પર દરોડાની કાર્યવાહી કરાઇ છે. તેમાંથી 10 જ્યુસ પાર્લરમાંથી આરોગ્યને હાનિ પહોંચાડે તેવો રસ, જ્યુસ, અને ચાસણી મળતાં તેનો નાશ કરાયો છે. કેટલાંક જ્યુસ પાર્લરમાંથી તો ચાસણીમાં જીવતાને મરેલા મકોડા પણ જોવા મળ્યા. આરોગ્ય વિભાગે 10 જ્યુસ પાર્લરમાંથી કુલ 1393 કિલોગ્રામ સડેલી કેરી, 983 લિટર ચાસણી અને રસ તથા 7.5 કિલોગ્રામ પ્રતિબંધિત કલરનો નાશ કરાયો છે. 10 જ્યુસ પાર્લરને સ્વચ્છતા જાળવવા માટે નોટિસ ફટકારાઇ છે.

આ દસ  જ્યુસ  પાર્લર ને નોટિસ ફટકારાઇ 

1. ગોકુલ મેંગો જ્યુસ, આજી ડેમ ચોકડી પાસે. જ્યાંથી 300 કિલો કેરી, 250 લિટર રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
2. અભિષેક જ્યુસ સેન્ટર, જૂના જકાત નાકા પાસે, મોરબી રોડ. જ્યાથી 150 કિલો કેરી, 80 લિટર રસ, 1 કિલો કલરનો નાશ કરાયો
3. બાબા વિશ્વનાથ રસ સેન્ટર, જૂના જકાતનાકા પાસે, મોરબી રોડ. જ્યાથી 80 કિલો કેરી, 100 લિટર રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
4. પીંટુભાઇ કેરી રસ સેન્ટર, ગ્રીનલેન્ડ ચોકડી પાસે. જ્યાથી 100 કિલો કેરી, 120 લિટર રસ અને 500 ગ્રામ કલરનો નાશ કરાયો
5. બાબા સિતારામ કેરીનો તાજો રસ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે. જ્યાથી 60 કિલોગ્રામ કેરી, 100 કિલો રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
6. રાજુ રસ સેન્ટર, ચુનારવાડા મેઇન રોડ. જ્યાંથી 380 કિલો કેરી, 130 કિલો રસ, 1 કિલો કલરનો નાશ કરાયો
7. જય ભોલે રસ ચુનારવાડા મેઇન રોડ. જ્યાથી 40 કિલો કેરી, 20 લિટર રસનો નાશ કરાયો
8. જય મા શીતલ કેરી રસ સેંટર, જિલ્લા ગાર્ડન ચોક, 80 ફૂટ રોડ. જ્યાથી 50 કિલો કેરી, 80 લિટર રસ અને 500 ગ્રામ કલરનો નાશ કરાયો
9. ખોડિયાર જ્યુસ પાર્લર, ગોંડલ રોડ ચોકડી સામે. જ્યાથી 148 કિલો કેરી, 75 કિલો રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
10. શિતલ મેંગો જ્યુસ પાર્લર, મવડા રોડ. જ્યાથી 95 કિલો કેરી, 28 કિલો રસ અને 500 ગ્રામ કલરનો નાશ કરાયો

સોર્સ સંદૅશ ન્યૂઝ