ટ્રેનમાં મંગાવો તમારા ફેવરિટ પીઝા અને બર્ગર

 ટ્રેનમાં મંગાવો તમારા ફેવરિટ પીઝા અને બર્ગર

 કોઈ વ્યક્તિ ટ્રેનમાં પ્રવાસ કરે છે ત્યારે તેને સૌથી વધારે સમસ્યા ભોજન વિશેની હોય છે. જોકે હવે પસંદગીનું ભોજન મળી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે 15 જૂનથી રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં તમારી સીટ પર મનપસંદ ફાસ્ટ ફૂડનો પ્રી-ઓર્ડર ઓનલાઈન કરી શકો છો. આ ઓર્ડર પ્રી ઓર્ડર કોલ અથવા મેસેજ દ્વારા પણ કરી શકાય છે.

હાલમાં રેલવેએ ડોમિનોઝ, કેએફસી, મેકડોનલ્ડ્સ અને સાગરરત્ન સહિત અન્ય ફૂડ ચેન્સ સાથે કરાર કર્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે લુધિયાનાથી દિલ્હી વચ્ચે મુસાફરી કરનારા મુસાફરોને માત્ર ડોમિનોઝ અને અન્ય રેસ્ટોરન્ટમાંથી મુસાફરી કરી શકશે. ઉતર રેલવેના ફિરોઝપુર ડિવીઝન અંતર્ગત આવતા સ્ટેશનો પર હજુ કેએફસી અને મેકડોલ્ડ્સ જેવી બ્રાન્ડોની ડિલીવરી શરૂ નથી કરાઈ. આ સિવાય મુસાફરે ભોજનના બે કલાક પહેલાં ડિલીવરી માટે ઓર્ડર આપવાનો રહેશે.ઓર્ડર આપવા માટે મુસાફરે www.ecatering.irctc.co.in પર જવાનું રહેશે.