પ્લાસ્ટિકની ખાંડ વેચાઈ રહી છે

પ્લાસ્ટિકની ખાંડ વેચાઈ રહી છે

તેલંગનામાં કરિયાણાની દુકાનોમાં પ્લાસ્ટિકના ચોખા વેચાયાની અફવાએ લોકોને પરેશાનીમા મૂકી દીધા છે. પ્લાસ્ટિક ચોખાના સમાચાર હજી તાજા છે ત્યાં, બેંગલુરુ શહેરમાં અનેક કરિયાણાની દુકાનોમાં પ્લાસ્ટિકની ખાંડ વેચાઈ રહી હોવાના સમાચાર આવી રહ્યાં છે.

હૈદરાબાદના સરુરનગરમાં એક બિરયાની શોપ પર એક ગ્રાહકે જોયું કે, ત્યાં પ્લાસ્ટિકના ચોખા વેચાઈ રહ્યાં છે. તેના બાદ મીરપેટની સ્થાનિક પોલીસે દાવો કર્યો છે કે, કરિયાણાની દુકાનમાથી ખરીદાયેલા ચોખા હકીકતમાં પ્લાસ્ટિકના ચોખા છે.

સાંજે નાગરિક પુરવઠા વિભાગના ટાસ્ક ફોર્સના અધિકારીઓએ મીરપેટની દુકાનમાં રેડ પાડી હતી અને ત્યાંના ચોખાના નમૂના જપ્ત કર્યા હતા. જેની હાલ તપાસ કરાઈ રહી છે. હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે કે, આંધ્રપ્રદેશના વિવિધ દુકાનોમાં મોટા પાયે પ્લાસ્ટિકના ચોખા વેચાઈ રહ્યાં છે, જેનાથી જનતામાં આતંક પેદા થઈ ગયો છે.