કટનીમાં મીડ-ડે મીલમાંથી ગરોળી મળી

 કટનીમાં મીડ-ડે મીલમાંથી ગરોળી મળી

કટની જિલ્લાનાં વિજયરાઘવગઢની એક આંગણવાડિમાં પીરસાતા મધ્યાહ્ન ભોજનમાંથી ગરોળી નીકડી હતી. આ મીડ-ડે મીલ ખાવાથી લગભગ એક ડજન બાળકો બીમાર પડ્યા અને 8 બાળકોની હાલત ગંભીર છે. તે આંઠે-આંઠને હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.
શનિવારે રોજની જેમ આ આંગનવાડીમાં ખાવાનુ પીરસાયુ હતુ. મીડ-ડે મીલનાં નામ પર અહિં ગરોળી વીળી ખીચડી પીરસવામાં આવી હતી. ખાવાનું ચાલું કર્યા પછી ટુંક જ સમયમાં બાળકોને ચક્કર આવા લાગ્યા, ત્યાં જ એક બાળકનું ધ્યાન ગયું કે ખીચડીમાં ગરોળી હતી. આની જાણ તેને તાત્કાલીક એ આંગનવાડીની તેડાગર કરી. બીમાર પડેલા બાળકોને હોસ્પીટલ લઇ જવામાં આવ્યા. આ વાતની જાણ ઉચ્ચ અધીકારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી અવ્યા હતા અને પુછપરછ ચાલુ કરી દીધી હતી.
આ મધ્યાહ્ન ભોજનની યોજના ગરીબ બાળકોના આરોગ્યની સારવાર માટે ચાલુ કરવામાં આવી હતી. પણ આવી બેદરકારી જોતા ગરીબો કઈ રીતે આંગનવાડિઓ ઉપર વિશ્વાસ રાખીને પોતાના બાળકોને આવુ ઝેરીલુ ભોજન આરોગવા દે?આ પહેલી ઘટના નથી જેમા આવા કરમચારીઓની બેદરકારીના લીધે બાળકોને ભોગવવું પડ્યું હોય. ગયા વર્ષે જુલાઈમાં પણ મીડ-ડે મીલનાં લિધે 30 બાળકો બીમાર પડ્યા હતા.સોર્સ ગુજરાત સમાચાર