ખેડૂતોએ ચક્કાજામ કર્યો

ખેડૂતોએ ચક્કાજામ કર્યો

ખેડૂતોએ ટાયર સળગાવી અને બટાટા રોડ પર ફેંકી પોતાનો વિરોધ નોંધાવતા કલાકો સુધી હાઈવે ચક્કાજામ થયો હતો અને પોલીસ દોડી આવી હતી. ડીસામાં ખેડૂતોને બટાટાના ભાવ અને પિયત માટે પાણી ન મળતા હોવાના મામલે આજે ખેડૂતો રોડ પર ઉતરી સરકાર સામે બાંયો ચડાવી તેમની માંગ નહી સ્વીકારાય તો સામુહિક આત્મવિલોપનની ચીમકી પણ આપી છે.

 

બટાટા નગરી તરીકે જાણીતા ડીસામાં દર વર્ષે બટાટાનો મબલખ પાક થાય છે. ચાલુ વર્ષે સિઝનમાં વિપુલ ઉત્પાદન થતા બટાટાના ભાવ તળીયે પહોંચ્યા હતા અને ખેડૂતો મુસીબતમાં મુકાયા હતા. કેમકે રાજ્યમાં ભાજપ સરકાર ખેડૂતોના વિકાસ માટેના મોટા દાવા કરે છે. રાજ્યમાં ખેડૂતોની ચિંતા હોવાનું જણાવી રાજ્ય સરકાર કૃષિ મેળા સહિત અનેક ખેડૂતલક્ષી આયોજન પણ કરે છે