ખેડૂતોએ હાઇવે પર ડુંગળી ફેંકી

ખેડૂતોએ હાઇવે પર ડુંગળી ફેંકી

ડુંગળીના પાકના ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. કૃષિ મંત્રી વિ.વિ.વઘાશિયાના મત વિસ્તારના ખેડૂતોએ પાયમાલીથી ત્રસ્ત થઇ ડુંગળીનો પાક રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો ગાડા, ટ્રેકટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને ડુંગળી રોડ પર ફેંકી થોડા સમય માટે ચક્કાજામ કરતા ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાયા હતા.'

ગત વર્ષે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા ખેડૂતો દ્વારા આ વર્ષે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ડુંગળીનો મબલખ પાક થયો છે પરંતુ સામે તેનો યોગ્ય ભાવના મળતાં આ વર્ષે ડુંગળીએ ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા છે.