દશેરાઃ માત્ર એક દિવસમાં અમદાવાદીઓ બે કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે

દશેરાઃ માત્ર એક દિવસમાં અમદાવાદીઓ બે કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે

વિજયાદશમીએ ફાફડા-જલેબી ખાવાની લિજ્જત જ કંઇક અનેરી હોય છે. એક અંદાજ મુજબ અમદાવાદીઓ એક જ દિવસમાં 2 કરોડ રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે. જો કે આ વર્ષે વેપારીઓએ ફાફડાના ભાવમાં કિલોએ 20થી 40 રૂપિયાનો વધારો કરતા અમદાવાદીઓને ફાફડા-જલેબીની જ્યાફત થોડી મોંઘી પડશે.