ડભોઇમાં કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં વધારો

ડભોઇમાં કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં વધારો

હોસ્પીટલમાં યોજાયેલા નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પમાં ૬૫ માંથી ૪૦ કેસો કેન્શર પોઝીટીવ મળ્યા હતા. જેમાં ૩૩ કેસો ગુટકા તમાકું અને બીડી - સીગારેટનું સેવન કરતાં હોવાનું જણાવ્યું હતું.

ડભોઇના કેન્સર નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ૬૫ જેટલા દર્દીઓ આવ્યા હતા જેમાં ચોંકાવી દે તટલા આંકડા કેન્સરનાં પોઝેટીવનાં ૪૦ જેટલા દર્દી મળી આવ્યા હતા. તમાકું તેમજ ગુટકાનું સેવન કરતાં ૩૩ જેટલા દર્દીઓનો સમાવેશ થાય છે. છ જેટલી મહિલાઓ પણ કેન્સર પોઝીટીવ જણાઇ હતી.