ધ ગાઝી અટેક’નું ટ્રેલર રિલીઝ

ધ ગાઝી અટેક’નું ટ્રેલર રિલીઝ

કરણ જોહરની દ્વિભાષી ફિલ્મ ‘ધ ગાઝી અટેક’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અભિનેતા રાણા દગ્ગુબાતી અને પિંક ફેમ તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. આ બંન્ને કલાકાર આ પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મનાં ટ્રેલરમાં અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે.

તમને જણાવી દઇએ કે, ‘ધ ગાઝી અટેક’ને ભારતની પ્રથમ એવી ફિલ્મ બતાવવામાં આવી રહી છે, જે સમૂદ્ર યુદ્ધ પર આધારિત હશે. આ પહેલા કરણ જોહરે ફિલ્મનાં ટ્રેલરનાં રિલીઝની જાણકારી ટ્વિટર પર આપી હતી.