બાહુબલી-2’નાં ટ્રેલરે રચ્યો ઇતિહાસ

બાહુબલી-2’નાં ટ્રેલરે રચ્યો ઇતિહાસ

અપકમિંગ ફિલ્મ ‘બાહુબલી-2’નું ટ્રેલર લોન્ચ કરી દીધુ છે. લોંચિગનાં 24 કલાકમાં જ વ્યૂનાં મામલામાં ફિલ્મનાં ટ્રેલરે ઇતિહાસ રચી દીધો છે. અભિનેતા પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબાતી સ્ટારર આ ફિલ્મનાં મેકર્સે ફિલ્મનાં ટ્રેલરનાં રિલીઝને લઇ એક ખાસ પ્લાનિંગ અને રણનીતિ બનાવી હતી.

‘બાહુબલી: ધ કન્ક્લુજન’નું ટ્રેલર 2 મિનિટ 24 સેકન્ડનું છે. ટ્રેલર ખુબ જ શાનદાર છે પરંતુ ટ્રેલરને જોઇ હજૂ પણ દર્શકોને એ સવાલનો જવાબ નથી મળી રહ્યો કે, કટપ્પાએ આખરે બાહુબલીને માર્યો કેમ? ટ્રેલરમાં ખુબ જ સરસ લોકેશન, યુદ્ધ સીન્સ અને શાનદાર વિજ્યુઅલ ઇફેક્ટને બતાવવામાં આવ્યા છે. ડાયરેક્ટર એસએસ રાજમૌલી આ ફિલ્મને UA સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. ફિલ્મ 28 એપ્રિલનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.લીધેલ છે;સંદેશ વેબ