Review: બદ્રિનાથ કી દુલ્હનિયા

Review: બદ્રિનાથ કી દુલ્હનિયા

બદ્રિનાથ એટલે કે વરૂણ ધવનની. જે ઝાંસીમાં ફેમિલી સાથે રહે છે. બદ્રિના મોટાભાઇના લગ્ન જબરજસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રિ પોતાના હિસાબે યુવતી ઇચ્છે છે. આ દરમિયાન તે એક દોસ્તના લગ્નમાં કોટા જાય છે. જ્યાં તેની મુલાકાત વૈદેહી એટલે કે આલિયા ભટ્ટ સાથે થાય છે. બદ્રિ વૈદેહી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. પરંતુ વૈદેહી તેની સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી કારણકે તેના જીવનમાં કેટલાક ગોલ મેળવવાના હોય છે. આ દરમિયાન જ્યારે વૈદેહીના મોટા બહેના લગ્ન થાય છે ત્યારે તે સેક્રીફાઇઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ લગ્નના દિવસે જ તે ઘરેથી ભાગી જાય છે. તો શું બદ્રિને તેની દુલ્હનિયા મળી શકશે.? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

 

ડિરેક્શનઃ

શશાંક ખેતાનનું ડિરેક્શન સારૂ છે. નાના શહેરની સ્ટોરીના હિસાબે તેણે દરેક વાતનું ધ્યાન રાખ્યું છે. જોકે સ્ટોરીમાં કશું જ નવું નથી. ઉપરાંત ફિલ્મ પણ ઘણી ધીમી ચાલે છે. સ્ટોરી અને તેના ફ્લો પર વધુ કામ કરવાની જરૂર હતીસોર્સ;દિવ્ય ભાસ્કર વેબ