સ્લમ વિસ્તારમાં બન્યા 800 શૌચાલય

 સ્લમ વિસ્તારમાં બન્યા 800 શૌચાલય

રાકેશ ઓમપ્રકાશ મેહરા ખરેખરમાં તે ઝૂપડપટ્ટીમાં શૌચાલય બનાવી રહ્યા છે જ્યા તેઓ પોતાની  ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. કદાચ રાકેશ ઓમપ્રકાશ મેહરા સમજતા હશે કે કોઈ સમસ્યા પર માત્ર ફિલ્મ બનાવવાથી કંઈ નહીં થાય. આથી તેમને જે વિસ્તારમાં શૂટિંગ કર્યુ ત્યાં તમને 800 જેટલા શૌચાલયો બંધાવ્યા છે. માત્ર આટલું જ નહીં, તેઓ આ કામ ગત ચાર વર્ષથી કરી રહ્યા છે અને તેમને લોકોને આ વિશે જાણ પણ થવા નથી દીધી.

રાકેશ ઓમપ્રકાશ મેહરા હાલમાં ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ સ્લમ વિસ્તારમાં ટોઇલેટ્સની સમસ્યા પર આધારિત છે. ફિલ્મની વાર્તા ચાર બાળકોની આસપાસ ફર્યા કરે છે. જેમાનો એક બાળક તેની માતા માટે એક શૌચાલય બનાવવા માંગે છે અને આ માટે તે વડાપ્રધાનને અપિલ કરે છે.