પાર્ટીમાં વિરાટ-અનુષ્કા આવ્યા હાથમાં હાથ નાખીને, સંબંધો કર્યા જાહેર

 પાર્ટીમાં વિરાટ-અનુષ્કા આવ્યા હાથમાં હાથ નાખીને, સંબંધો કર્યા જાહેર

મુંબઈઃબોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાનો પાંચ ડિસેમ્બરના રોજ 50મો જન્મદિવસ હતો. કરણ જોહરે પોતાના આ ખાસ ફ્રેન્ડ્સ માટે એક શાનદાર બર્થડે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીમાં શાહરૂખ, ઐશ્વર્યા, અભિષેકથી લઈને અનેક સેલેબ્સ આવ્યાં હતાં. નવાઈની વાત એ છે કે આ પાર્ટીમાં અનુષ્કા શર્મા પોતાના પ્રેમી વિરાટ કોહલી સાથે આવી હતી. બંને હાથમાં હાથ નાખીને એક સાથે પાર્ટીમાં એન્ટર થયા હતાં. હાલમાં ચર્ચા ચાલી રહી છે કે અનુષ્કા અને વિરાટે પોતાના સંબંધો જાહેર કરી દીધા છે.


યુવી-હેઝલના લગ્નમાં આવ્યા સાથે ને કર્યો ડાન્સઃ
યુવરાજ તથા હેઝલના ગોવા સ્થિત લગ્નમાં અનુષ્કા તથા વિરાટ સાથે આવ્યા હતાં. બંનેએ લગ્નમાં પંજાબી સોંગ્સ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આથી જ કહેવાય રહ્યું છે કે અનુષ્કા તથા વિરાટે આ રીતે વગર કહે પોતાના વચ્ચે ક્યા સંબંધો છે, તે જાહેર કરી દીધા છે.