રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું સગપણ જુન મહિનામાં થાય એવી શક્યતા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું સગપણ જુન મહિનામાં થાય એવી શક્યતા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બન્ને જણા અયાન મુખર્જીની ફિલ્મમાં પણ સાથે દેખાવાના છે. રણબીર અને આલિયાના પરિવારને પણ આ બન્નેની દોસ્તી પસંદ છે. તેમ જ બન્નેના પરિવાર પણ ઇચ્છે છે કે બન્નેએ લગ્ન કરવા જોઇએ. જોકે હવે લાગે છે કે તેમના રણબીર આલિયાના સંબંધ દોસ્તી કરતાં આગળ વધશે. રણબીર કપૂરની માતા નીતુ ઇચ્છે છે કે, રણબીર આલિયાનું સગપણ થઇજવું જોઇએ. તેને જુન મહિનામાં સગાઇ થાય એવી ઇચ્છા છે. જોકે રણબીર -આલિયાની ઇચ્છા તેમની બ્રહ્માશ્ત્ર રીલિઝ થાય પછીની છે.