જેનિફર એનિસ્ટન લેસ્બિયન અમેરિકી પ્રમુખનો રોલ કરશે

જેનિફર એનિસ્ટન લેસ્બિયન અમેરિકી પ્રમુખનો રોલ કરશે

હોલિવૂડની મોખરાની અભિનેત્રી જેનિફર એનિસ્ટન અમેરિકાની લેસ્બિયન મહિલા પ્રમુખના રોલમાં ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા. વેરાયટી ડૉટ કોમના એક અહેવાલ મુજબ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પહેલવહેલીવાર એક મહિલા પ્રમુખસ્થાને આવે છે અને આટલું ઓછું હોય તેમ આ મહિલા પ્રમુખ લેસ્બિયન એટલે કે સજાતીય સંબંધ ધરાવે છે એવી કથા ધરાવતી એક પોલિટિકલ કોમેડી ટીવી સિરિયલ બની રહી હોવાની માહિતી મળી હતી.

જેનિફરે આ રોલ સ્વીકાર્યો હોવાના સમાચારને એના પ્રવક્તાએ સમર્થન આપ્યું હતું. એના પાર્ટનર તરીકે વન મિસિસિપી ફિલ્મમાં ચકેલી ટીગ નોટારો ચમકશે. આ સિરિઝની કથાનું હાર્દ એવું છે કે દરેક સફલ મહિલાની પાછળ પણ એક મહિલા હોય છે.  

ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો જેનિફર હાલ એન ફ્લેચરની ફિલ્મ ડમ્પ કરી રહી છે.