બાહુબલી 2નું ટ્રેલર લિક

બાહુબલી 2નું ટ્રેલર લિક

બાહુબલી 2નું મલાયલમ ટ્રેલર લિક થયું હોવાની ખબરો આવી છે. ટ્રેલર લોન્ચ થાય એ પહેલાં જ ફિલ્મ મલયાલમ ભાષામાં આવી ચૂકી હતી, આ વાતથી અત્યંત નિરાશ ફિલ્મ મેકર્સે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

સાચું ટ્રેલર આજે સાંજે લોન્ચ થનાર હતું, પરંતુ દર્શકો અને ફેન્સમાં આ ટ્રેલર અંગે ખૂબ ઉત્સાહ જોવા મળતાં આખરે ફિલ્મ મેકર્સે ગુરુવારે સવાર જ ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં 300થી વધુ થિયેટરોમાં સવારે એક સાથે આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. પરંતુ ફિલ્મનું મલાયલમ ટ્રેલર પહેલેથી જ ઓનલાઇન લીક થઇ ચૂક્યું છે.