તમાકુનું વેચાણ માત્ર લાઇસેંસ દુકાનો દ્વારા કરવામાં આવશે

તમાકુનું વેચાણ માત્ર લાઇસેંસ દુકાનો દ્વારા કરવામાં આવશે

અનેક વિસ્તારોમાં જ્યાં તમાકુનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યાં આરોગ્ય મંત્રીએ તેની માર્કેટિંગને નાના બાળકો થી દુર રાખવા નિયંત્રણમાં લાવવાના આદેશ આપ્યા છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે જે દુકાનોને તમાકુ વેચવાનું લાઇસેંસ હશે તે કોઈ બિન તમાકુની વસ્તુનો વેચાણ નહીં કરી શકે. આ કદમ બાળકોને તમાકુથી દૂર રાખવા માટે લેવાઈ રહ્યું છે.

વર્ષ 2003ના સિગરેટ એન્ડ અથર ટોબેકો પ્રોડક્ટ્સ એકટ (COPTA) મુજબ બાળકોને તમાકુનું વેચાણ પ્રતિબંધિત છે. તેમ છતાં, 2009-10 ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (GYTS) અનુસાર 56%થી વધુ માઇનર્સએ કીધું હતું કે તેમને સિગરેટ લેવા માટે દુકાને થી કોઈ જાતની રોક કરવામાં નતી આવી.