કેન્દ્ર સરકારના આદેશ

કેન્દ્ર સરકારના આદેશ

ડૉક્ટરોએ જેનરીક દવાઓ દરદીઓને પ્રીસ્ક્રાઈવ કરવા માંડી છે. પરંતુ સાથે ચેતવણી પણ આપે છે કે આ દવા લીધા પછી કોઈ અઘટિત અસર થાય તો તે જવાબદાર નથી.

 

કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે થોડા સમય પહેલાં જ ડૉક્ટરોને બ્રાન્ડેડ દવાઓની સાથે જેનરીક દવાઓ પ્રિસ્ક્રાીવ કરવાનો આદેશ આપ્યો હતો. જેનરીક ડ્રગ્સની કિંમત બહુ જ ઓછી હોય છે. જ્યારે બ્રાન્ડેડ દવાઓ ખૂબ જ મોંઘી હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર જાહેર મંચ પરથી એલાન કર્યું છે કે એક પણ ગરીબ વ્યક્તિ ઈલાજ અને દવાથી વંચિત ન રહે માટે જ જેનરીક દવાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

જાણકારોના કહેવા મુજબ દવાની મોટી કંપનીઓ ડૉક્ટરોને તગડું કમિશન આપતી હોવાથી ડૉક્ટરો આ કંપનીઓની બ્રાન્ડેડ મેડિસીન પ્રિસ્ક્રાઈબ્ડ કરતા હોય છે.