HOT ફોટોશૂટના કારણે ફરી ચર્ચામાં

HOT ફોટોશૂટના કારણે ફરી ચર્ચામાં

એમ.એસ.ધોની ગર્લ દિશા પટાણી સમાચારોમાં દેખાઇ નથી, બોલિવૂડમાં સતત ચર્ચામાં રહેવું કેટલું જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ. સુશાંતની ફિલ્મ એસ.એસ.ધોનીથી ડેબ્યૂ કરનાર દિશાએ ફિલ્મમાં ધોનીની એક્સ ગર્લફ્રેન્ડનો રોલ ભજવ્યો હતો.

ફરીથી લાઇમલાઇટમાં આવવા માટેનો આનાથી સરળ રસ્તો બીજો શું હોઇ શકે? દિશા પટાણીના એક મેગેઝિનની કવરની આ તસવીર છે, જેમાં તે અત્યંત હોટ લાગી રહી છે. દિશાએ જાતે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે દિશાનું નામ લગભગ ફાઇનલ થઇ ગયું હતું, પરંતુ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થાય એ પહેલાં જ ચર્ચા થવા લાગી કે, દિશાને મોહેંજોદડે ફેમ એક્ટ્રેસ પૂજા હેગડે સાથે રિપ્લેસ કરવામાં આવી છે. આ સાંભળી દિશા ખૂબ અપસેટ થઇ હતી. આ ફિલ્મમાં દિશાનો બોયફ્રેન્ડ ટાઇગર લીડ રોલમાં હોવાના પણ સમાચાર છે.