બ્રેકઅપ અને હવે કરશે અરેન્જ મેરેજ

બ્રેકઅપ અને હવે કરશે અરેન્જ મેરેજ

દીપિકા પાદુકોણ હોય કે કેટરિના કૈફ, આજે પણ રણબીર કપૂર પાછળ પાગલ છે, પરંતુ રણબીર તમામ હસીનાઓને છોડી આખરે અરેન્જ મેરેજ કરવા જઇ રહ્યાં છે. એક લીડિંગ વેબ પોર્ટલ દ્વારા આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

રણબીરનું કેટરિના અને દીપિકા સાથેનું રિલેશન ખૂબ ચર્ચાસ્પદ રહ્યું હતું, એનાથી પણ વધુ ડ્રામેટિક અને ચર્ચાસ્પદ રહ્યું બ્રેકઅપ

અવંતિકા મલિક જે હવે ઇમરાન ખાનની પત્ની છે, તે પોતાના લગ્ન પહેલાં રણબીરની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. કહેવાય છે કે, અવંતિકા જ્યારે 'જસ્ટ મોહબ્બત' શોનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે રણબીર તેની પર ફિદા થઇ ગયા હતા. રણબીર વારેવારે અવંતિકાને મળવા શોના સેટ પર પહોંચી જતા હતા, પરંતુ આખરે અવંતિકાએ ઇમરાન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.