ધર્મેન્દ્ર અને હેમા માલિની નાના-નાની બનશે

ધર્મેન્દ્ર અને હેમા માલિની નાના-નાની બનશે

ધર્મેન્દ્ર અને હેમા માલિની પહેલા જનાની પુત્રી આહનાના પુત્રના નાના-નાની બની ચુક્યા છે. હવે મોટી પુત્રી એશા દેઓલ પાંચ વરસના લગ્નજીવન બાદ માતા બનવાની છે.

 

એશા અને ભરતના લગ્ન સાલ ૨૦૧૨માં થયા હતા. અને હવે  તેઓ જલદીજ મમ્મી-ડેડી બનવાના છે. દેઓલ પરિવારમાં ખુશાલીનો માહોલ થઇ ગયો છે. જોકે હેમા માલિનીએ આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ રામ કમાલ મુખર્જી  જે હેમાનું પુસ્તક ' હેમા માલિની ઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ' લખી રહ્યા છે, તેમણે આ વાતની જાણકારી આપી છે. રામ મુખજીના સંબંધો હેમાના પરિવાર સાથે ઘણા સારા છે. 

 

ગર્ભવતી એશા વધુ સમય પોતાના માતાના ઘરે એટલે કે જુહુના બંગલામાં રહે છે.