2017માં છવાયો દીપિકાનો જાદુ

2017માં છવાયો દીપિકાનો જાદુ

17 મેથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017ની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. 17 અને 18 મે દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કાન્સમાં જોવા મળનાર છે, 17મીની સવારથી જ દીપિકા અને તેનો કાન્સ 2017નો લૂક સોશિયલ મીડિયા પર છવાયેલાં છે. બુધવારે સવારે તે કાન્સમાં રેડ ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે એટલે કે 18 મે અને ગુરૂવારે દીપિકાએ મીડિયા સાથે ઇન્ટરએક્ટ કર્યું હતું. તેનો આ સેકન્ડ લૂક પણ અત્યંત સુંદર છે. અનુપમા ચોપરાએ સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી છે. અહીં દીપિકા ગાલ્વાં લંડનના સિલ્કી ડ્રેસમાં નજરે પડી હતી.

કાન્સ 2017નો પોતાનો અનુભવ જણાવતાં દીપિકાએ અનુપમાને કહ્યું કે, હું આવી ત્યારથી મારા મોઢા પર સ્માઇલ છે. આ કોઇ ચેલેન્જ નથી. આ ખૂબ સુંદર અનુભવ છે. આશા રાખીએ કે દીપિકાનો કાન્સમાં બીજો દિવસ પણ પહેલા દિવસ જેટલો જ શાનદાર હોય.