દરિયામાં મૌસમની સૌથી મોટી ભરતી

દરિયામાં મૌસમની સૌથી મોટી ભરતી

૧૮ દિવસ દરિયામાં મોટી ભરતી છે. આ ભરતી દરમિયાન જો મૂશળધાર વરસાદ વરસે તો જરૃરથી મુંબઈ જળબંબાકાર અને એવી શક્યતા છે. આ વર્ષે સૌથી મોટી ભરતી ૨૫ જૂન ૨૦૧૭ના રોજ છે અને તે દિવસે દરિયામાં ૪.૯૭ મીટર ઊંચા મોજા ઉછળશે, એવી માહિતી પાલિકાના સૂત્રોએ આપ્યા હતા.

 

સામાન્ય રીતે દરિયામાં સાડાચાર મીટર કરતાં ઊંચા મોજા ઉછળે એટલે મોટી ભરતીમાં માનવામાં આવે છે. જો ચોમાસા દરમિયાન દરિયામાં ભરતી હોય છે. ત્યારે દરિયામાં વરાસદના પાણીના નિકાલ માટે ફ્લડીંગ ગેટ બંધ કરી દેવામાં આવે છે. આ દરમિયાન મૂશળધાર વરસાદ હોય એટલે કે એક કલાકમાં ૫૦ મિમિ વરસાદ પડે તો મુંબઈ જળબંબાકાર બને છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ૧૮ દિવસ દરિયામાં મોટી ભરતી છે. જૂન મહિનામાં તારીખ ૨૩, ૨૪, ૨૫, ૨૬,  ૨૭, ૨૮ જુલાઈ મહિનામાં તારીખ ૨૨, ૧૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭ ઓગસ્ટ મહિનામાં તારીખ ૨૧, ૨૨, ૨૩, ૨૪ અને સપ્ટેમ્બર મહિનામાં તારીખ ૧૯,૨૦ રોજ દરિયામાં મોટી ભરતીનો સમાવેશ થાય છે