હીરાણી વિશેનો સવાલ વિધુ વિનોદ ચોપરાએ કુનેહપૂર્વક ટાળ્યો

હીરાણી વિશેનો સવાલ વિધુ વિનોદ ચોપરાએ કુનેહપૂર્વક ટાળ્યો

અગ્રીમ હરોળના ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરાએ તાજેતરમાં પોતાના ખાસ મિત્ર અને આગેવાન ડાયરેક્ટર રાજકુમાર હીરાણી અંગેના સવાલને કુનેહપૂર્વક ટાળ્યો હતો. હીરાણી સાથે સહાયક તરીકે કામ કરતી એક મહિલાએ તાજેતરમાં એવો આક્ષેપ કર્યો હતો કે સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ બનતી હતી ત્યારે હીરાણીએ મારો ગેરલાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. મેં આ વિશે નિર્માતા વિધુ વિનોદ ચોપરાને ફરિયાદ પણ કરી હતી પરંતુ તેમણે કોઇ પગલાં લીધાં નહોતા.

આ આક્ષેપના પ્રતિભાવ રૂપે બોલિવૂડના મોટા ભાગના લોકોએ હીરાણીની તરફેણ કરી હતી અને ખુદ હીરાણીએ એમ કહ્યું હતું કે આ તો મારી પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયાસ છે.  દરમિયાન એવા સમાચાર પણ પ્રગટ થયા હતા કે મુન્નાભાઇ થ્રીનું નિર્દેશન વિધુ પોતે કરશે. હીરાણીને એ ફિલ્મના ડાયરેક્ટર તરીકે કામ કરવાની તક નહીં મળે.

આ અંગેના સવાલના જવાબમાં વિધુએ મિડિયાને કહ્યું, રાજકુમાર હીરાણી પર થયેલા આક્ષેપનો જવાબ આપવાનો સમય હજુ પાક્યો નથી. હું યોગ્ય સમયે તમને બધી વાત કરીશ.