વરુણ ધવન ફિલ્મના શૂટિંગ વખતે ઇજા પામ્યો

વરુણ ધવન ફિલ્મના શૂટિંગ વખતે ઇજા પામ્યો

વરુણ ધવન હાલ પંજાબમાં રેમો ડિસોઝાની ડાન્સ ફિલ્મનું શૂટિંગ કરીરહ્યો હતો. ત્યારે તેને ઘૂંટણ પર ઇજા થતાં તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ  ૯ ફેબુ્રઆરી, થી લંડનમાં થવાનું છે, તેથી વરુણે હાલ સંપૂર્ણ આરામ કરશે. 

સેટ પર હાજર  રહેલી એક વ્યક્તિએ જણાવ્યું હતુ ંકે, ટીમ '' સેલબ્રિટિ સોન્ગનું સોનમ બાજવા સાથે અમૃતસરમાં શૂટિંગ કરી રહી હતી.છેલ્લા દિવસે શૂટિંગ શરૃ થયું ત્યારે વરુણે અલગ અલગ ટીમ સાથે ડાન્સ કરવાના હતા. સ્ટેપ કરતી વખતે લગભગ દસ-પંદર વખત વરુણના ઘૂંટણ લચકાયા હતા પરિણામે તેને ઘૂંટણમા ંસખત દુખાવો ઉપડયો હતો. તે મુંબઇ આવી ગયો છે અને ફિઝિયોથેરપિસ્ટની મદદ લઇ રહ્યો છે. 

અભિનેતાએ ડાન્સ રિહર્સલમાં સતત હિસ્સો લેવાનો હતો, પરંતુ તેને ઇજા થવાથી હવે તેને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. તેણે લંડનના શેડયુલ પહેલા સારું થઇ જવું પડશે.