ઊરીની ટીમ નવી ફિલ્મ બનાવવા તત્પર થઇ રહી છે

ઊરીની ટીમ નવી ફિલ્મ બનાવવા તત્પર થઇ રહી છે

વીકી કૌશલને ભારતીય લશ્કરના વરિષ્ઠ અધિકારી તરીકે રજૂ કરતી ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇકની ટીમ હવે પછીની ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી હોવાની માહિતી મળી હતી. ઊરીની સફળતાને માણવા આ આખીય ટીમે તાજેતરમાં એક જોરદાર પાર્ટી યોજી હતી.આ પ્રસંગે ઊરીની આખીય ટીમ હાજર હતી અને ત્યારે ફિલ્મ સર્જકોએ પોતાના મનની વાત પ્રગટ કરી હતી.

ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ભારતીય લશ્કરના એક સુવર્ણ પ્રકરણને રજૂ કરતી ફિલ્મ છે અને ૨૦૧૯ની પહેલી સુપરહિટ ફિલ્મ તરીકે ગણાવાઇ રહી છે. એને સમાજના તમામ વર્ગો તરફથી સરસ આવકાર સાંપડયો છે. એ ધ્યાનમાં રાખીને ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે એવો અણસાર આપ્યો હતો કે આ જ ટીમ સાથે અમે ઔર એક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. પરંતુ હાલ એ વિશે કશું કહેવું વધુ પડતું વહેલું ગણાશે. 
સ્ટોરીલાઇન મારા દિમાગમાં તૈયાર છે અને એના પર મેં કામ કરવાનું શરૂ કરી દીધું છે. એકવાર સ્ક્રીપ્ટ અંકે થઇ જાય ત્યારબાદ અમે વિગતો જાહેર કરીશું. મોટે ભાગે ઊરીની ટીમ સાથે જ નવી ફિલ્મ બનાવવાની અમારી ઇચ્છા છે.